
ધુન ધારા - ગીતોનો ગુલદસ્તો
તારીખ : 16/03/2025
સ્થળ : અસ્પી ઓડિટોરિયમ - મલાડ (વેસ્ટ)
શ્રી ખડાયતા યુવક સંધ મુંબઈ દ્વારા તારીખ 16 -3- 2025 ના રવિવારના રોજ ધૂન ધારા ગીતોનો ગુલદસ્તો તથા શ્રી ચીમનલાલ ત્રિભોવનદાસ સુતરીયા પ્રતિભા શોધન ટ્રસ્ટનો કાર્યક્રમ Aspee Auditorium Malad (west),Mumbai ખાતે શ્રી ખડાયતા યુવક સંઘ મુંબઈ ના યુવા ઉત્સાહી પ્રમુખ શ્રી બ્રીજ સંજયભાઈ સુતરિયા ના નેજા હેઠળ યોજવામાં આવ્યો હતો.
આમંત્રિત મહેમાનો માં મુખ્ય મહેમાન શ્રી શરણભાઈ ગાંધી,અતિથિ વિશેષ શ્રી બીપીનભાઈ મોહનલાલ શાહ વ્યક્તિ વિશેષ પૂર્વેશભાઈ મયુરેશભાઈ શાહ (કાચવાલા) તથા શ્રી વલ્લભ મુકેશભાઈ શાહ
અમારું નિમંત્રણ સ્વીકારીને કાર્યક્રમ માં પધાર્યા હતા. પ્રમુખશ્રી બ્રિજભાઈ સુતરીયા , શ્રી ચીમનલાલ ત્રિભોવનદાસ સુતરીયા પ્રતિભાશોધન ટ્રસ્ટના મુખ્ય દાતાશ્રી સંજયભાઈ સુતરીયા , ટ્ર્સ્ટ્રી શ્રી જીગ્નેશભાઈ શાહ તથા શ્રી અમિતભાઈ શાહે પધારેલા મહેમાનને આવકાર આપ્યો. હતો.
ઉપપ્રમુખ ધ્વનિ શાહ તથા મંત્રી શ્રીમતી દિવ્યા શાહે પધારેલા જ્ઞાતિજનો નું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.
ક્રાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી.
શ્રી ખડાયતા પરિષદ માં રચવામાં આવેલ ખડાયતા જ્ઞાતિની પ્રતિજ્ઞા ઉપપ્રમુખ ધ્વનિ શાહે સર્વે સભ્યો સાથે બોલાવી હતી ત્યારબાદ શ્રીમતી છાયાબેન સુતરિયા, શ્રીમતી હિરલબેન શાહ, શ્રીમતી બેલાબેન ગાંધી તથા શ્રીમતી સુધાબેન શાહે તેમના સુમધુર કંઠે મંગલાચરણનું ગાન કરી વાતાવરણને ભક્તિમય બનાવી કોટીયર્ક દેવના આશીર્વાદ લીધા હતા.
ધુન ધારા ગીતોનો ગુલદસ્તો કાર્યક્રમ નું સંચાલન ગોતી લો ગર્લ દિપાલી વ્યાસ તથા તેમની ટીમ ની સાથે special appearance કૌશલ પીઠડીયા દ્વારા કરવામાં આવ્યું હતું
સર્વે પધારેલા જ્ઞાતિજનો દિપાલી વ્યાસની સાથે ભક્તિના રસમાં રંગાઈ ગયા હતા.
આમંત્રિત મહેમાનોનું મોમેન્ટો તથા પ્લાન્ટ્સ આપી સન્માન કરવામાં આવ્યું હતુ.
આજના દિવસે ખડાયતા યુવક સંઘ મુંબઈની વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી.
વેબસાઈટ માટે શ્રીમતી છાયાબેન સંજયભાઈ સુતરીયા એ શ્રીમતી છાયાબેન સંજયભાઈ સુતરીયા વેબસાઈટ ટ્રસ્ટ આપ્યું
તેના ટ્રસ્ટ માટે શ્રીમતી છાયાબેન સંજયભાઈ સુતરીયા નો આભાર.
શ્રી ખડાયતા યુવક સંઘ મુંબઈ ની વેબસાઈટ બનાવવા માટે સમાજના જ યુવક શ્રી નિવેદ હિમાંશુભાઈ શાહનો આભાર કે જેઓએ 32 દિવસના ટૂંકા ગાળામાં આ વેબસાઈટ બનાવીને આપી.
વેબસાઈટ બનવવા માટે નિવેદ હિંમાશુભાઈ શાહ નું પ્રમુખશ્રી બ્રીજ સંજયભાઈ સુતરિયાએ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું .તથા શ્રી ખડાયતા યુવક સંઘ મુંબઈ ના પૂરાના accounts ની details ને solve કરવા માટે શ્રી કેતન ભાઈ ગાભાવાળા નું મોમેન્ટો આપી સન્માન પ્રમુખ શ્રીબ્રિજભાઈ સુતરીયા એ કર્યું હતું .
ત્યારબાદ શ્રી ચીમનલાલ ત્રિભોવનદાસ સુતરીયા પ્રતિભા શોધન ટ્રસ્ટ નું એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું કુલ ૬ સભ્યોને તેમની પ્રતિભા માટે એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા
૧) તનય શાહ ને નેશનલ સ્કેટિંગ માટે, (૫ વર્ષની ઉંમર માં)
૨) માહિ શાહ ને માર્શલ આર્ટ માટે,
૩) જાનવી શાહ ને આરંગેત્રમ તથા તેની બહુમુખી પ્રતિભા માટે ,
૪) કુશલ શાહ ને કરાટે ચેમ્પિયન ,
૫) પરમ શાહ ચેસ માસ્ટર તરીકે એવોર્ડ આપવામાં આવ્યો હતો .
દિપાલી વ્યાસ અને કૌશલ પીઠડીયા નું બુકે આપી સન્માન પ્રમુખ શ્રી બ્રીજ સુતરીયા એ કર્યું હતું.તથા તેમની ટીમ નું પરિચય કૌશલ પીઠડીયા દ્વારા આપવામાં આવ્યું હતું . તેમનું પ્લાન્ટ્સ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
બેક સ્ટેજ સપોર્ટ માટે ઉપપ્રમુખશ્રી મૌલિકભાઈ શાહ, મંત્રી શ્રી નીલભાઈ શાહ તથા અંકિતભાઈ શાહ તથા ખજાનચી રીંકેશભાઈ શાહ તથા ગૌરવભાઈ શાહ નો આભાર.
ઉપસ્થિત સભ્યોને આ કાર્યક્રમનો ચિતાર આપવા માટે બુકલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં
આ કાર્યક્રમમાં પધારેલા સર્વે મહાનુભાવોનું પરિચય, પ્રતિભા શોધન ટ્રસ્ટના પ્રતિભાશાળી યુવાનોનું આલેખન આપવામાં આવ્યું છે
અંતમાં પ્રમુખશ્રી દ્વારા સૌ ઉપસ્થિત સભ્યાને હળવો નાસ્તો અને દરેકને નાની ભેટ આપવામાં આવી હતી. પ્રમુખશ્રી બ્રીજ સુતરીયા એ
કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પધારેલા મહાનુભાવો તથા હાજર રહેલા સૌ જ્ઞાતિજનોનો આભાર માન્યો હતો.
More Event

Dhun Dhara - gitono guladasto
Date : 16/03/2025
Venue : ASPEE Auditorium - Malad (west)