ભિવપુરી ટ્રેકિંગ

તારીખ : 26/08/2023

સ્થળ : ભિવપુરી

👥 સભ્યોની સંખ્યા: 50

ખડાયત યુવક સંઘ દ્વારા આયોજિત ભવિપુરી ટેકિંગ એક રોમાંચક અને મનોરંજક પ્રવાસ રહ્યો, જેમાં 50 સભ્યો જોડાયા હતા.

પ્રવાસની શરૂઆત:
દાદર સ્ટેશનથી વહેલી સવારે તમામ સભ્યો ટ્રેન દ્વારા ભિવપુરી માટે રવાના થયા. ટ્રેનની સફરમાં મસ્તીભર્યા રમૂજી સંવાદો, ગરમા-ગરમ નાસ્તો અને સંગીત સાથે સફર આનંદદાયક બની.

ટ્રેકિંગ અને એડવેન્ચર:
📌 ભિવપુરી સ્ટેશન પર પહોંચ્યા બાદ, દરેક સભ્ય પ્રકૃતિની મધ્યે એક તાજગીભર્યું વોક અને હળવી હિલચાલ કરી વોટરફોલ તરફ આગળ વધ્યા. સ્વચ્છ હવા, હરિયાળી, અને ઉંચા પર્વતો વચ્ચેનો પ્રવાસ ખૂબજ આનંદદાયક રહ્યો.

💦 વોટરફોલ પર પહોંચ્યા બાદ, રેપેલિંગ (Rappelling) નું ખાસ આયોજન કરવામાં આવ્યું, જેમાં નાના બાળકો થી લઈ વડીલો સુધીના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પાણીના ધોધ નીચે રોપ દ્વારા નીચે ઉતરવાનો આ અનુભવ અત્યંત રોમાંચક રહ્યો. દરેક સભ્યએ આ પડકારનો આનંદ ઉઠાવ્યો અને પોતાની ક્ષમતાને પારખી.

📸 ફોટોશૂટ અને મજા:
ટ્રેકિંગ પછી, સમૂહમાં ફોટોગ્રાફી કરવામાં આવી, જેમાં સભ્યોએ કુદરતી દ્રશ્યોના સહારે યાદગાર પળો કેદ કરી. બધાએ સંગાથમાં આનંદ માણી સંસ્મરણોને વધુ મજબૂત કર્યા.

પ્રવાસનો અંત:
🌿 કુદરતની ઠંડક અને શાંતિ માણ્યા પછી, મધ્યાન્હના જમણની વ્યવસ્થા કરવામાં આવી, જેમાં સરળ પણ સ્વાદિષ્ટ ભોજનનું લહેણું માણ્યું. થાક્યા છતાં સૌના ચહેરા પર ખુશી અને સંતુષ્ટિ ઝળકાઈ રહી હતી.

🚆 સાંજે સૌએ આનંદ સાથે દાદર સ્ટેશન પર પરતફેર કરી, દરેક સભ્ય મીઠી યાદો લઈને ઘરે પહોંચ્યો.

આ પ્રવાસ શા માટે યાદગાર રહ્યો?
✔️ પ્રકૃતિ અને સાહસનો સુન્દર સમન્વય
✔️ વોટરફોલ અને રેપેલિંગનો મજેદાર અનુભવ
✔️ મિત્રતા અને નવા જોડાણોની રચના
✔️ ટ્રેકિંગ, ફોટોશૂટ અને ગ્રૂપ એક્ટિવિટીઝ

More Event

Bhivpuri Trekking

Date : 26/08/2023

Venue : Bhivpuri

👥 Number of Members: 50

The Bhivpuri trekking event organized by Khadayata Yuvak Sangh was an exciting and enjoyable trip, with 50 members participating.

The Journey Begins:

Early in the morning, all the members gathered at Dadar Station and boarded the train to Bhivpuri. The journey was filled with laughter, fun conversations, hot snacks, and music, making the trip very enjoyable.

Trekking and Adventure:

📌 Upon arriving at Bhivpuri Station, the group set off for a refreshing walk through nature. As they made their way toward the waterfall, they enjoyed the clean air, greenery, and the breathtaking views of the mountains. The journey through this beautiful natural setting was truly delightful.

💦 Once they reached the waterfall, a special rappelling session was organized. Members of all ages, from young children to adults, eagerly participated. Descending the waterfall via a rope was an exhilarating experience, and each participant enjoyed this challenge, testing their abilities while having fun.

📸 Photoshoot and Fun:
After the trekking session, the group took part in a photography session, capturing memorable moments against the stunning natural backdrop. The members made new memories, strengthening their bond while enjoying each other’s company.

Conclusion of the Trip:

🌿 After soaking in the coolness and tranquility of nature, the group enjoyed a simple yet delicious lunch. Despite the fatigue, everyone’s faces were filled with happiness and satisfaction.

🚆 In the evening, the group returned to Dadar Station with smiles, carrying sweet memories from the trip.

Why This Trip Was Memorable:

✔️ A perfect blend of nature and adventure
✔️ The fun experience of rappelling at the waterfall
✔️ Building friendships and new connections
✔️ Trekking, photoshoots, and group activities

More Event